Thursday, 22 March 2018

અછાંદસ

થઈ પરાઈ
નાતો જોડી નવીન
ચકલી મારી.
ચક.. ચક.. ચીં.. ચીં..
કરતી ઘરમાં
હરતી ફરતી
હતી અહીં તે
નાખતી દાણા
પ્રાતઃ ને ગોરજના ટાણે
કરતી ભેળી નીજ સમ
ગાન કરતી ચકલીઓ.
હવે આ આંગણ ઊભો
લીમડો, આસોપાલવ,જૂઈ, ચંપો
કલરવતા વિહોણા ઝાંખા.
છતા
હજુ છે આશ-
કે આવે છે
દૂર.. દૂ.. ર.. થી
તેનો
ચક.. ચક.. મીઠો
ચીં.. ચીં..
ભીનેરો સાદ.
આંખ ખૂલે છે
પરોઢીયે ને
ગાતી ચકલી
ચાંચ મહીં ભરે છે
ઝાંખેરો અજવાસ.

-રસિક દવે.

No comments:

Post a Comment