Thursday 22 March 2018

ગીત

*આજે 'આંતરરાષ્ટ્રીય વન દિવસે'*
*જય વનદેવી* 🙏🏻

*વનની વ્યથા(ગીત)*

હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું !!!
સ્વારથની કુહાડી રોજરોજ ઉકળતા હૈયામાં સાંખુ.

દોમદોમ સાહ્યબીને મારા રખોપિયાએ
.............................વેચી દીધાનું હું ભાખું,
ધુમ્રવતી ચીમનીઓ જાય મને ગળતી 
........................ છે એવું દેખાય ઝાંખુઝાંખુ,
દાવાનળ ભીતરમાં સળગતો જાય એવા બળબળતા નિસાસા નાખું.
હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું !!!!!!!!!!

ઝરણાંના ખળખળમાં પેસી ગ્યું શ્હેર: 
.......................ને ઝાડીમાં મયખાનું આખું,
પૂંજાભર પિકનિકમાં ખદબદતાં અંગને
............................. કેમ કરી અળગું રાખું ? 
કલબલની ચૂંદડી ઉડતીક જાય એમાં ઘોંઘાટે પાડ્યું છે બાખું, 
હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું!!!!! 
--મુકેશ દવે

No comments:

Post a Comment