Tuesday, 24 July 2018

ગઝલ

🌳માનવીથી મોટું સત્ય નૈ🌳
ડૉ.સત્યમબારોટ

સ્વર્ગ ધરતી પર સદા લાવી શકું,.
રોતા બાળકને હું હરખાવી શકું.

માનવીથી કોઇ મોટું સત્ય નૈ ,.
વાત જગને એ જ સમજાવી શકું.

શોખ, રણ કરવા કદી રાખ્યો નથી,.
ઝાડ ધરતી પર સદા વાવી શકું.

ભૂલ, ભૂલીને બધી માનવ તણી,.
હોય જેવો એ જ અપનાવી શકું.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment