Monday, 23 July 2018

3, ગઝલ

🌳🌳કામમાં આવી શકું🌳

ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

માનવીમાં પ્રેમને વાવી શકું ,.
વેરને દિલમાં જ દફનાવી શકું.

શ્વાસ છે આ જિંદગીમાં ત્યાં સુધી,.
પ્રેમની હેલી જ વરસાવી શકું.

હંસ જેવી જિંદગી જીવું સદા,.
પ્રેમમાંથી વેર અલગાવી શકું.

દર્દના દરિયા મળે વાંધો નથી,.
જાત આખી તોય હરખાવી શકું.

સુખની ચિંતા હું કદી કરતો નથી,.
દર્દને સુખમાં જ બદલાવી શકું.

હું હૃદયને એટલું પામી શકું,.
કામમાં સૌના સદા આવી શકું.

જે નથી એ શોધવું શું કામનું,.
જે મળે એને જ અપનાવી શકું.

ડૉ.સત્યમબારોટ

🌳જાત શંકરમાં લટલાવી શકું🌳

ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

જાતમાં શંકરને સર્જાવી શકું,.
તો બધાનાં દિલને હરખાવી શકું.

જાત મારી એટલી ખોદી શકું,.
માણસોમાં માનવી વાવી શકું.

એટલી હું જાત ને બાળી શકું,.
જાતમાં હું કુદરત પ્રગટાવી શકું.

જે બળી શકતાં નથી એ ભાવને,.
એટલા ઊંડે હું દફનાવી શકું.

મૂળ લગ પ્હોચી શકું હું દર્દના,.
એટલી હું જાત લંબાવી શકું.

જેમનાં કર્મે લખાયું છે દરદ,.
એમનાં એ દર્દને અપનાવી શકું.

દર્દની પણ જિંદગીમાં સુખ કરું,.
સ્વર્ગથી ગંગા નવી લાવી શકું.

ઝેરનાં દરિયા બધાએ પી જવા,.
જાતને શંકરમાં વટલાવી શકું.

ડૉ.સત્યમબારોટ

🌳🌳વટલાવી શકું🌳🌳
ડૉ.સત્યમબારોટ

દર્દને પણ દર્દ સમજાવી શકું,.
પ્રેમમાં પણ પ્રેમ ને વાવી શકું.

ભાગ કોઇના સુખમાં ના રાખવો,
કોકનું હું દર્દ અપનાવી શકું.

ધર્મ જાતીમાં ન સૌને બાંધવા,.
પ્રેમમાં દુનિયા જ વટલાવી શકું.

રણ સૌના દિલમાં ન આવે સામટું,.
ઝાડ એવું એક ઊગાવી શકું.

ઝૂંટવીને કોક નું સુખ શું કરું,.
એક સુખ સાચું જ પ્રગટાવી શકું.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment