🌳🌳કુદરત એને ઢાળે છે🌳
ડૉ.સત્યમબારોટ
દુખમાં પણ જે સૌના વચનો પાળે છે,.
જીવન આખે આખું એના ફાળે છે.
રેખાઓને જીવનમાં જે ટાળે છે,
કુદરત એને કુદરતમાં પણ ઢાળે છે.
કર્મોમાં જાતોને જેવી ઢાળે છે,.
માણસ એનું જીવન એવું ભાળે છે.
આકાશે ઉડતાં હો ચાહે પંખીડાં,.
જીવ એનો તોયે એના માળે છે.
વેવારોમાં રાજા કેવો કાચો છે,.
ઊંટે ઊંટે જાતું, ડૂચા ખાળે છે.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment