Saturday, 21 July 2018

૫,ગઝલ

કચ્છની કાળઝાળ ગરમીનો તપતો તપ,
નદીનાળાને પશુપંખીઓનો ડુંફાભર્યો ઝંખવાટ,

મીટ મંડાણીતી ખડતલ ખેડૂની નભ પર,
પરસેવાથી રેબઝેબ ભુમીનો પણ ઉકળાટ,

ધખતો તપ ને ઊડતી ડમરી કરે ડંફાસ,
વિસામો લેતા મોરલાનો વસમો થ્યોતો વસવાટ,

ઘૂઘવાતો ચમકાતો આવ્યો પાલખીમાં ,
ડણકથી ગજવ્યો તે ઓ સાવજના વટ,

હરખાતે મલકાતે કુદયા નાચ્યા સૌ,
સુણી મેહુલાની મધુર ધુનનો સૂસવાટ,

મેઘધનુષની સુંદરતા ગગનમાં ચડી,
જાણે સુંદરીના લલાટે લટકતી કોઈ લટ,

બૂંદો ગટગટાવી કૂંપળો ચીરે આ ધરતી,
મૃત જગતમાં થયો નવજીવનનો સળવળાટ !!

- નિતેશ મહેશ્વરી

જગાવી બુદ્ધત્વ લલાટે, સ્વંયપ્રકાશિત બન,
ખુદને બાળસે જ, કાઢી ફેંક મિથ્યાભિમાન,

પાનખરને ભૂલ, વધાવ ખીલેલી વસંતને,
વીતી જાશે આ પણ, જીવી લેજે વરતમાન,

ફ્લેટવાળા જ સુખી શુ? ઉઘાડ આંખ તારી,
દેખ નભ નીચે ખુલા સુતેલા મહેમાન,

છે સમયના ખેલ, છત્રીથી બચતા તપથી,
શોધી રહ્યા 'માઘ'માં, ભાનુના આગમવાન,

કોકિલા તો સંભાળસે બચ્ચા, થા મા કાગડો,
સફળતા એક હાથે પામ તું; જાળવીને સ્વમાન,

નાના મુખના બળાપા, ગઝલમાં 'નજર' ,
વાંચન કરતા શેરનું, અમલ કરાવે કીર્તિમાન.

- નિતેશ મહેશ્વરી

ફૂલોની સુવાસ, અત્તર માં પડે,
માશુકાને સ્નેહ, પ્રભુને પણ ચડે,

એ જ ડાળના કાંટા, લોકોને નડે,
ચુભે ને ત્યજાય,જે વાળ્યા ન વળે,

કમળની સૌંદર્યતા, કાદવમાં જડે,
કુદ્રષ્ટિને તો, ચંદ્રમાં પણ ડાઘા નડે,

ખોદતાં ખાઈ, કોલસા જ મળે,
પુરુષાર્થને, એમાં પણ હીરા જડે,

ગ્રહો ફરી જાય ધરમૂળથી જો,
'નજર' માણસ જ માણસને ન નડે.

- નિતેશ મહેશ્વરી

બાળજીદ અને પિતાના કટુ ઠપકા સામે લડી ના શકો,
બાહુબલીનો બળવો સમાવવો પડે તમે લડી ના શકો

ચીરી નાખે છે સંબંધોના કાચઘર; ખારા શબ્દોનું કંપન,
સ્વજનોના છોડેલા આ શબ્દબાણ સામે તમે લડી ના શકો

હે શ્રદ્ધાથી;અડગ રહી સામી છાતીએ ચાલનારા માનુષો,
પાછળથી ઘા કરનાર કપટી દુશ્મન સામે લડી ના શકો

ગૂંગડાતો ડુસ્કો ઉતારી, પાંપણમાં બુંદો છુપાવવી પડે,
કરુણ હ્દયથી; બતાવી વેદનાઓ તમે લડી ના શકો

મથી રહ્યો છું શોધવા મુજમાં મુજને; અશુદ્ધિ ભરમાર,
નિજ શુદ્ધિ કાજે હોમાવું પડે, પર શુદ્ધિથી લડી ના શકો

~ નિતેશ મહેશ્વરી

ફૂંકાયું પવન ને ઝટ હું ઓલવાઈ ગયો,
દીવડારૂપી માણસ અસ્તિત્વ ગુમાવી ગયો,

લાત મારી રેતમ્હેલ પર ક્રૂરતાથી એવી,
સર્જન પહેલા જ મને એ સઁહારી ગયો,

રાગ, દ્વેષ, દંભ, કપટને ઓગાળી ગયો,
ને પાછો પ્રેમ, કરુણા,લાગણીને મારી ગયો,

સૂકું બળતણ ભલેને હોય, ન ઉર્જા તોય,
પણ ચિનગારીથી પાણીમાં સળગાવી ગયો,

ક્ષણભંગુર નો'તો કાંઈ, હ્રુષ્ઠપૃષ્ઠ કૂંપળ,
એ ખીલતા પુષ્પને પણ કરમાવી ગયો,

બુંદો પાંપણોને જ વળગી રહી છતાં પણ,
હૃદયને એ ચોધાર આંસુએ રડાવી ગયો,

લડવા નિકળ્યોતો જગથી સ્વજનો સહ હું,
'નજર' એ મુજને મુજથી જ હરાવી ગયો.

- નિતેશ મહેશ્વરી

No comments:

Post a Comment