Wednesday, 11 July 2018

ગઝલ

ઘણાં સમય બાદ અવતરેલી ગઝલ....

મનમાં મનમાં કોને ધારી બેઠા છો!
દરિયા જાણે સાત ડુબાવી બેઠા છો

પાણી ઉપર પગલાં પાડી બેઠા છો
પથ્થરમાંથી દેવ બનાવી બેઠા છો

અજવાળાને ઓઢી આવ્યા છો ઘરમાં,
જાણે સુખનો સૂરજ વારી બેઠા છો

જેને પીડા સાથે લેણાદેણી છે,
એવા જણમાં ખુદને હારી બેઠા છો

મારા નામે કેવળ થોડી ગઝલો છે,
આખી દુનિયા ઠોકર મારી બેઠા છો

મારા ચરણો તપવાના છે એ બીકે,
રસ્તે રસ્તે વૃક્ષો વાવી બેઠા છો

.... વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment