🌳શંકર તણો અવતાર🌳
ડૉ.સત્યમબારોટ
ગાલગાગા ગાલગાગા ગાલગા
કાળને પણ શ્વાસ હું દેનાર છું,.
કાળનો પણ કોળિયો કરનાર છું.
જાણતો ના તું મને હું કોણ છું,.
હું સદા શંકર તણો અવતાર છું.
છે બધાં દરિયા, સરોવર ને નદી,.
એ બધું જળ થઈને હું વ્હેનાર છું.
બીજ,વૃક્ષો, વેલને ફળ,ફૂલના,.
ગર્ભનો પણ હું નવો કિરદાર છું.
જે બધાં રોજે નવાં સર્જાય છે,.
હું જ જડ ચેતન તણો આકાર છું.
શ્વાસથી ચાલે સદા ધરતી બધી,.
જન્મ સૌને હું સદા ધરનાર છું.
હું બધાનો આખરી કિરતાર છું,.
ને બધાનો માનિતો ભરથાર છું.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment