Sunday 26 February 2017

ગીત

ભલે પધાર્યા(ગીત)

ઓરા આવો તો કહીએ ભલે પધાર્યા,
ખુલ્લા છે બારણા ને ખુલ્લા આ આંગણા.
શબરી બનીને તમને રામજી ધાર્યા,
ઓરા આવો તો કહીએ ભલે પધાર્યા,

ખખડાવી ખખડાવી ખોટો વિવેક ધરોના,
ચાવી ચાવીને વાત આડી અવળી કરોના.
બંધ બાજી રમી રમીને ખૂબ હાર્યા,
ઓરા આવો તો કહીએ ભલે પધાર્યા,

લેણા કે દેણાની કિંમત બસ ચાનો આ કપ,
ખોળિયાને આત્મા મળે ત્યાં બીજાનો શો ખપ.
આમ સળગેલા સપનાને અમે ઠાર્યા,
ઓરા આવો તો કહીએ ભલે પધાર્યા,

વહેમનો વાઈરસ વિશ્વાસથી સ્કેન કરીશું,
જીવતરની મેમરીમાં કેટ કેટલું ભરીશું ?
પ્રેમના પાસવર્ડથી સૌને સેવ કર્યા.
ઓરા આવો તો કહીએ ભલે પધાર્યા,

વેબસાઈટથી અજાણ આપણે કરીએ પણ શું ?
આંખથી સેન્ડ થતા ઈ મેઈલ આંખથી ઉકેલશું.
પોતાનાં ગણ્યા તેને પૂરણ ઉગાર્યા,
ઓરા આવો તો કહીએ ભલે પધાર્યા,
કવિ: શૈલેષ કાલરિયા 'દોસ્ત' 26-2-17

No comments:

Post a Comment