Sunday 26 February 2017

ગીત

વાસંતી વાયુ સંગાથે અવસર આ ફાગણીયો આયો,
કેસરિયો સાફો પહેરી ને જાણે કે સાંવરિયો આયો. 

પિયા જો મધુવનમાં ઝૂમે પગલી પવન ચારે દિશામાં
પાનખર  ભેટી ને આવ્યો ચૂમે ધરતી ના અક્ષમાં,
રૂમઝૂમ રુમુઝુમ નાચે મનડું નવા રંગે હરખાયો,
                                     ફાગણીયો આયો.......

જોબન  ઝૂમે મદ મસ્ત બની  વાયરા કેરા સંગમાં,
કેસરિયા  રાગે ગાયે મલ્હાર રંગે રમે મારા અંગમાં,
પિયા પુકારે જઈએ હવે તેનો અવસર આયો ...
                                      ફાગણીયો આયો ....

તારી યાદ માં ઝૂમે ધરતી ગગન રંગ કસુંબે મનમાં
હવે વસંતના વાયરા હરખે છે મોંઘેરા અવસરમાં
જાણે તારી કાયા નશામાં ઝૂમે  તું હવે ભરમાયો...
                                            ફાગણીયો આયો....

રૂપાલી ચોકસી " યશવી"

No comments:

Post a Comment