Friday 24 February 2017

ગઝલ

સાંભળી શકો તો જરૂર સાંભળજો અંત:કર્ણ સરવા કરી
ખામોશી નો એક બોલતો પગરવ  લઈને આવ્યો છું

માણી શકો તો જરૂર માણી લેજો એક અનોખી મહેફિલ
શૂન્યતા ની સરગમ નો આઠમો સૂર લઈને આવ્યો છું

ને ઓળખાણ માં પડશો તો જીવનભર પસ્તાવું પડશે 
અહેસાસ એક અજાણ્યો જ પરિચય કરાવવા લાવ્યો છું 

વિચાર મંઝીલ પર પહોંચવાનો  નો માંડી જ વાળજો
સફર અલગારી એકાંતની એક રસ્તા વગરની લાવ્યો છું

કરવી હોય તો શંકા ઉપર શંકા જરૂર હઝાર વાર કરજો
હું તો સત્ય ને શાશ્વતમાં ઝબોળેલી આત્મશ્રદ્ધા લાવ્યો છું

દરેક મજબૂરી ને હમણાજ દફનાવી દ્યો જમીનમાં જ
ઉડવા માટે અંતરનું અનંત ને અગોચર આકાશ લાવ્યો છું 

ખંખેરી નાંખો એક જ ઝાટકે નિરાશા અને આ ઉદાસીને
મૃત્યુનેય શરમાવે એવી જીવન આશ લઈને આવ્યો છું

મનુષ્ય થઈને "પરમ" ન પામીએ તો ધૂળ પડી જીંદગીમાં
પળમાં પશુતા મીટાવે એવું "પાગલ"પન લઈને આવ્યો છું

ગોરધનભાઈ વેગડ(પરમપાગલ)

No comments:

Post a Comment