Wednesday, 8 April 2020

ગઝલ

દોસ્તી  છોડી,  ને    સગપણમાં   પડ્યાં. ,
વન   ત્યજી   દીધું  અને   રણમાં પડ્યાં. 

ના   ઉગામ્યો  એક  પણ  પથ્થર  અમે,
એ જ ફળ લીધાં , જે આંગણમાં પડ્યાં. 

એમણે   શું   આંખ  મીંચી    બે   ઘડી,
આપણે    આવીને    પાંપણમાં  પડ્યાં. 

બિંબ    જેણે   વ્હેણમાં   જોયું   ન'તું,
એ  બિચારા  છે...ક   દર્પણમાં  પડ્યાં. 

આ વખત પણ  લટ  ન સુલઝી એમની,
આ વખત પણ એ  પળોજણમાં પડ્યાં. 

                                
                                   - *નીરવ વ્યાસ*.

No comments:

Post a Comment