વસાવીને અલગ દુનિયા કરૂં હું ન્યાત ને નાની...
હૃદયમાં કોતરાવી ને કરૂં હું ભાત ને નાની...
સવારે ફૂલમાં શબનમ બની ને રોજ આવૂ છું...
મિલનની જો ઉતાવળ હો કરૂં હું રાત ને નાની...
મને લાગે છે ઘર મારૂં હવે તારા નયનમાં છે...
સમાવા આંખમાં તારી કરૂં હું જાતને નાની...*
મરણ કે જિંદગી નો ડર હવે મુજને નહીં લાગે..
તમે જો સાથ આપો તો કરૂં હું ઘાત ને નાની...
શબદ મારા ને લય મારો અને મારી ગઝલતા છે...
"સમય" ને આવરી લેવા કરૂં હું વાત ને નાની...
પ્રેમ
-"સમય"
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
No comments:
Post a Comment