Thursday, 29 December 2016

ગીત

હેલી હંબો હંબો

સ્હેજ વાતમાં અજવાળું ઝોકાર હંબો હંબો
અંધારાનાં પગલાં જાતા દૂરદૂર ભેંકાર હંબો હંબો

ચિબરીના અવાજો ચકકર તરે દૂરની વાટે
ઘુવડના હવડિયા વાવડ થૈ ગ્યા અવળા પાટે
મહાનલનો લગરીક મલી રહ્યો ઉપહાર હંબો હંબો
સહેજ વાતમાં અજવાળું ઝોકાર....

ભરતી ઉમટી તનમન જોડી માર્યા ઠાર હરખે
આનંદ ઉમટ્યો આંગણીએ તાણી તાર ચરખે
ભરચક ઉમટે છલકી રહી સવાર હંબો હંબો
સહેજ વાતમાં અજવાળું ઝોકાર....

ડૉ. ભાવેશ જેતપરિયા

No comments:

Post a Comment