Sunday, 9 April 2017

ગઝલ

ખામોશીની ખાઇ છે,
સંબંધો ધરબાય છે.
દીધું લીધું રોજનું,
સંબંધો ચર્ચાય છે.
ગાંઠે બાંધ્યુ છે હુંપદ,
સંબંધો વિસરાય છે.
સંકોરે છે જાત ને,
સંબંધો અફળાય છે.
ટોળે ચાલે છે અહં,
સંબંધો કરમાય છે.
લૂલી થૈ આ લાગણી,
સંબંધો રધવાય છે.
સ્નાને ના સૂતક રહ્યું,
સંબંધો ખર્ચાય છે.
          ડો. જિજ્ઞાસા

No comments:

Post a Comment