Sunday, 13 August 2017

અછાંદસ

દોડી દોડી હંફતા માણસને
એક પોરા ની આઝાદી મળે.
ટીલા ટપકાં ..ડોરા ધાગા ...ચાદર ધજા..
વચ્ચે પણ ખુદમાં ઈશ્વર ખોળવાની ખેવના મળે.
આભાસી સંબંધોમાં કડવાશ અતિ વધે
એ પહેલા રૂબરૂ મળવાની ઝંખના મળે.
સંકડાશ વધી છે જરા! સ્વભાવે
હર માનવ મનને ખુલ્લું આકાશ મળે.
આ દેશના બચ્ચાં દફતરના ભારે દબાય
એ પહેલા મુક્ત મને વિહરવા બે પાંખ મળે.
યુવાધનની નવરી પળો મોબાઈલ માં ગૂંચવાય
એ પહેલા એના હાથને સર્જનાત્મક બે ચાર ક્ષણો મળે.
વિકાસની આ દોડમાં મશીનો સાથે વધતા કામે
વિના યંત્રવત રોજે માણસ ધબકતો મળે.
માણસ અહીં માણસ બની સૌને મળે
દેશ ભારત "નીલ" હર હંમેશ આઝાદ ને અકબંધ મળે.
     રચના: નિલેશ બગથરીયા
              "નીલ"

No comments:

Post a Comment