*રક્ષાબંધન*
રક્ષાબંધન એટલે ભાઇ-બહેનના સ્નેહનું બંધન,
વ્હાલ,પ્રેમ ને રક્ષા થકી ઉજવીએ રક્ષાબંધન.
સમાઇ એકમેકના હૃદયના ખૂણે ખૂણે ને,
હાથમાં મિલાવી હાથ ઉજવીએ રક્ષાબંધન.
એક દોરીના તાંતણે બંધાય જો રક્ષાનો વાયદો,
તો કાંટાળા તાર ત્યજીને ઉજવીએ રક્ષાબંધન.
ધમૅના નામે ધીંગાણા બહું થયા જગમાં હવે,
અધમૅ ત્યજીને સૌ કોઇ ઉજવીએ રક્ષાબંધન.
ધરા થઇ કંગાળ સમાજના દુષણ-પ્રદુષણથી,
કરવા રક્ષણ મા ભોમનું ઉજવીએ રક્ષાબંધન.
આજે છે સૌને હાકલ કરીએ દેશનું રક્ષણ,
ભૂલી નાત અને જાત ઉજવીએ રક્ષાબંધન.
મા-બાપના ઉપકારને ભૂલી ન આપો અપકાર,
માની રક્ષા તમ ફરજ ઉજવીએ રક્ષાબંધન,
કરો શરૂઆત એક વિચાર વહેતો મૂકી"કસક",
કરીને રક્ષા એક બીજાની ઉજવીએ રક્ષાબંધન.
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment