*પૂષ્પ વિશે તું શું વિચારે છે ?*
*મ્હેક ધીમે ધીમે પધારે છે !
ગાલગાગા લગાલ ગાગાગા
આંગણે આપણા પધારે છે.
હાથ ઝાલી પછીતે તારે છે
.
ફૂલની ફોરમે ચમન મ્હેંકે,
એજ શમણાંની રીત પ્યારે છે.
લેખ એવા લખીને આવ્યા છો,
વાત ત્યારે પછી વધારે છે.
આવ થોડા પ્રયોગ માણીએ,
વાત થોડી સમજ ઈશારે છે.
વ્હાલ તારું અધિક લાગ્યું તો,
લાવ હિસાબ એનો ભારે છે.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૬/૦૩/૧૮
No comments:
Post a Comment