Wednesday, 7 September 2016

ગઝલ

વેદનાને       નિત્ય      હું    વેદાંત આપું,
શ્વાસને   પણ     શબ્દનું    એકાંત આપું.

લે,   તને  જાગીર  આ  મારી  લખી  દઉં,
આજ થી   પીડાનો   આખો   પ્રાંત આપું.

તું    મઢે    છે  સ્મિત  મારાં  હોઠ  પર ને,
કાળજાનું      હું      તને    કલ્પાંત આપું.

દોરડું     કરવું   છે   તારે    સાપનું   પણ,
કઇ   રીતે   દૃષ્ટિ   તને   નિર્ભ્રાંત આપું?

હે હરણ,જા દોડ મૃગજળની જ પાછળ,
રોજ  તો   ક્યાંથી  સરોવર  શાંત આપું?

                                'આતુર'

No comments:

Post a Comment