Sunday, 2 October 2016

અછાંદસ

આજે બીજી ઓક્ટોબર.
ગાંધી જયંતી.
આજે પ્રાર્થનાસભાઓ યોજાશે.
અને ઉદઘાટન સમારંભો પણ.
"સેલ " તો ખરા જ.
ઠેર ઠેર.
આજે ઘણા બાળકો જન્મ લેશે.
કેટલાક સીઝેરીયનથી.
જન્મદિન અમર બનાવવા.
કેટલાક "મોટા"ઓમાં પણ ગાંધી જન્મશે.
થોડીક ક્ષણો પૂરતો.
વળતર ખાદીના ઇસ્ત્રીવાળા વસ્ત્ર  સ્વરૂપે.
પણ.....
ગાંધી કદી મર્યો હતો ખરો ?

એ તો આજે પણ જીવે છે.
તમારામાં.
મારામાં.
કદાચ આપણા સૌમાં.
અંશ સ્વરૂપે.
અને એટલે જ....
એ અંશ
સત્યની હત્યા થતી જોઈને બોલી ઉઠે છે...
"હે રામ !"
પણ પછી....
પછી એ અંશ
ઢળી પડે છે
નિશ્ચેતન બનીને !

ડૉ. મુકેશ જોષી

No comments:

Post a Comment