Sunday, 2 October 2016

અછાંદસ

🌺

આજે
2 ઓક્ટોમ્બર
બાપુની જન્મજયંતી
મનમાં થયું  કે ચાલ,
બાપુની પ્રતિમાનો ફોટોગ્રાફ
પાડી લાવું.
એમ તો છે,પણ....
ખુબ જુનો. એ..જુનો થઇ ગયો છે,ને પીળો પણ..
આંખો કે ચહેરા પરનો ભાવ હવે  સ્પસ્ટ નથી થતો.
બાપુના ચશ્માના કાચની જેમ ચહેરો પણ ઝાખો પડ્યો છે, ને  ફિક્કો પણ-
રાજઘાટ પરની
બાપુની સુંદર પ્રતિમાં પર કોઈ
સન્માનિત વ્યક્તિ પોતાનાં ખરડાયેલાં હસ્તે,
હમણા જ પુષ્પમાલા પ્હેરાવી ગયો છે.
હું જોઇ રહ્યો છું એ
પુષ્પમાલા
ને,
બાપુનો ચહેરો !
બાપુના હોઠો પર સ્હેજ સ્મિતનો ભ્રમ થતા હું  ફોટો પાડી લેવા-
મારાથી ટેવ વશ બોલાઇ જાય છે
'સ્માઇલ પ્લીઝ'
બાપુ મને સાંભળી ગયાં હોય
એમ બાપુનો પ્રત્યુત્તર મારે કાને પડ્યો
"વર્ષોથી અહી બેઠો-બેઠો  સ્માઇલ જ કરું છું,
પણ કોઇ ક્લિક નથી કરતું....
ને મારાથી ક્લિક થઇ જાય છે કરૂણહાસ્ય કરતી
બાપુની પ્રતિમાં .!
-------------------------
------મહેશચોહાણ

No comments:

Post a Comment