Monday, 27 February 2017

ગઝલ

ઉધાર શ્વાસ દૈ શું  મનાવે હવે મને?
આપીને લાલચો શું ફસાવે હવે તને ?

હું મોત પર તો મારી રડી પણ શકું નહીં;
માટે જ જિંદગી આ રડાવે હવે મને.

હું  ખોતરીને જાત લે  બેઠો છું ઘાવ આ;
તું શું  મલમ સમયનું  લગાવે હવે મને.

આ મોતથી કદાચ લડીને  બચી જઉં;
પણ જિંદગીથી કોણ બચાવે હવે મને.

સર્જક પછી આ આવે નહીં હાથ કોઈનાં;
હા એટલે તું આમ સતાવે હવે મને.

*સર્જક*

*(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)*

No comments:

Post a Comment