Monday, 27 February 2017

ગઝલ

ઉનાળો ગમે છે : કાવ્ય : શૌર્ય.
ઉનાળો ગમે છે,
બેફામ વરસી જાય ગરમી,
મજાના બિંદાસ બાળકો,બાગમાં કેવા રમે છે !.... ઉનાળો ગમે છે,
વાયરો વીંજાય ધગધગતો,
જો,મજાની કુલ્ફીવાળો,કેવો ગામમાં ભમે છે!.... ઉનાળો ગમે છે,
સુરજ ધરે રૌદ્ર રૂપ છતાંય,
આંબે આવે કેરી,પછી ધીમેથી કેવા નમે છે!.... ઉનાળો ગમે છે,
બપોરે રસ્તા પણ થાય શાંત,
ભોજન સમયે ઘરનાં,પેલો રસ કેવો જમે છે!.... ઉનાળો ગમે છે,
ઉનાળાની રળિયામણી રજાઓ,
તેમાં મામા,કાકા,ફોઈના ઘર કેવા ધમધમે છે!.... ઉનાળો ગમે છે,
અગાશીમાં સુતા સુતા જોયા કરું,
ચોખ્ખું આકાશ,વળી તારલા કેવા ટમટમે છે!.... ઉનાળો ગમે છે,
બસ , ઉનાળો ગમે છે.
શૌર્ય પરમાર.

No comments:

Post a Comment