શમણાંની સૌગાદ આપવા આવીશ,
ચંદ્રને તારાથી રાતો સજાવા આવીશ.
ઉપવનને તારા રંગીન પુષ્પોથી મહેંકાવીશ,
સપનાઓ તારા સત્ય બનાવા આવીશ.
આહલાદક તારા સ્પર્શની લિપીઓ,
સ્પંદનોને કંપન હોઠોનું ચુંમવા આવીશ.
સખી પુ્ર્ણતા અર્પી તારા શ્ર્વાસોમાં ભળી ,
ઐકય આ હ્રદયનું અનુભવવા આવીશ.
પ્રતિક્ષિત તારી આંખોને ઠંડક સ્પર્શ માટે,
તારા મ્લાન સ્મિતને હાસ્યમા ફેરવવા આવીશ.
"કાજલ" તારો બની તારા હ્રદયાસને રહી,
કહાણી આપણી સૌને બતાવવા આવીશ.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
05/04/17
No comments:
Post a Comment