જો હું......
"જો હું
સાંભરી આવું તો ,
આ ઢળતી સંધ્યા
અા ડૂબતો સૂરજ
પૂરો નિહાળી
અંદર સમાવી લેજે,
વળી
આ રાતની
રુપેરી ચાંદની ઝળહળ
નિહાળી લેજે....
તારલિયાની ટોળી
ઝળહળલું સાથે
શકય લાગે તો
થોડીક ગપસપ
અંતરથી કરી લેજે,
એક ઉજાગરા ભરચક
જાગરણ રાતનું
રતુંબડું કરી લેજે...
સામે તીરે ઉગતું
સવારનું અજવાળુમ
આપો આપ
કોળી ઉઠશે
મ્હોરી ઉઠશે
કલરવ કરતું બોલી ઉઠશે
તું હી....તું હી...
મીના માંગરોલિયા.મીનુ.
No comments:
Post a Comment