હથેળી પર લખ્યું મેં નામ તો દાઝી જવાયું છે.
કરીને પ્રેમ થઇ બદનામ તો દાઝી જવાયું છે.
થઈ ઝરણું અને ક્યારેક ગંગા જેમ વે'તી છું,
દરિયાએ લગાડ્યો ડામ તો દાઝી જવાયું છે.
બની ગોપી અતી ઘેલી વિરહ થાશે હવે આઘો,
નજરવાળી ગયા ઘનશ્યામ તો દાઝી જવાયું છે.
જડી એકાદ ઘટના રાહમાં ફૂલો ખર્યા જેવી,
પહોંચી નૈ તમારા ગામ તો દાઝી જવાયું છે.
હતી રીતો રઘુકુળની અને આગે ચડી સીતા,
હવે પાસાણ બોલે રામ તો દાઝી જવાયું છે.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment