Tuesday, 8 August 2017

ગઝલ

બસ લાગણી જતાવી આઘા થયા તમે તો,
કે  શાણપણ  બતાવી શાણા થયા તમે તો.

સીધી અમે છે  રાખી આ ચાલ જિંદગીની,
મંઝિલ  ઉપર પહોંચી  ત્રાસા થયા તમે તો.

છે   આપને   રહેવું   આ   કાચના  ઘરોમાં,
નળિયું  અમારું  ફોડી  સાચા થયા તમે તો.

પીછો નહીં જ છોડે ઘાવો મરણ સુધી પણ,
લોહી  ઝર્યા  નહીં  તો  ઝામા  થયા તમે તો.

પથ્થર છે માત્ર પથ્થર "જયલા"નથી ત્યાં ઈશ્વર,
દુખમાં  જરા  પુકાર્યા  ભારા  થયા  તમે તો.

જયલા

No comments:

Post a Comment