વિદાઈ થઇ છે ઘરેથી
દિલમાં અકબંધ સાચવી છે.
આંસુ થઇ આંખેથી
હજી રૂમાલે રૂમાલે સાચવી છે.
ઢીંગલી ઉતારી ના હવે શોકેશથી
છતાં ઘર ઘરની રમત સાચવી છે.
ગોળ ગોળ પાંચીકા સરક્યા ગોખલેથી
ઢબો ને ઢસ ની ગુંજ કાનમાં ગુંજી છે.
પગે લાગી ઠેસ જયારે જયારે પથ્થરથી
ખમ્મા મારા વીરાને આશિષ કામ લાગી છે.
બાંધે કાંડે રક્ષાસૂત્ર આ બેનડી સુતરથી
ને વર્ષ આખાની ઘડીએ ઘડી "નીલ"ને સુરક્ષિત લાગી છે.
રચના: નિલેશ બગથરીયા
" નીલ"
Tuesday, 8 August 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment