Wednesday, 15 April 2020

ગઝલ

*જી....હા.. કચ્છ નો માણસ છું હું*
*તમે કોઈ આફત થી ન ડરાવો મને*

*નથી એકેય તિરાડ મારા દિલમાં*
*ભુકંપ ના ભયથી ના થથરાવો મને*

*ધોળાવીરા ધરબાયેલું છે હદયમાં*
*તમે પથ્થર થી ભલે સરખાવો મને*

*આખું રણ ભર્યું છે મારી આંખ માં*
*આંસુ ખારા હોય ન સમજાવો મને*

*લાગે છે સૌથી વ્હાલું મને મારું કચ્છ*
*તમે વાતું સ્વર્ગ ની ન સંભળાવો મને*

*નવપલ્લવિત થયો છું હું નહેર થકી*
*અંત સમયે નર્મદા જળ પીવડાવો મને*

*શામજી માલી રાપર કચ્છ*

No comments:

Post a Comment