Wednesday, 15 April 2020

ગઝલ

### સૂચનો જરૂર કરશો ###

બિલ્લી પગે

કીધો તમે વિખવાદ, પણ બિલ્લી પગે!
ને હું થયો બરબાદ પણ બિલ્લી પગે!

મેં રાહ તો જોઈ હતી ખુશીઓ તણી:
આવી ગયો અવસાદ, પણ બિલ્લી પગે!

કોરી કરીને આંખ હું ઊભો હતો!
આવી ગયો વરસાદ, પણ બિલ્લી પગે!

હું ગાળિયો નાખી ગળે ઊભો જ, કે
આવી ગયો જલ્લાદ, પણ બિલ્લી પગે!

દિલ્લી હતું દૂર, જાણમાં, તોયે છતાં
છોડ્યું મેં અમદાવાદ, પણ બિલ્લી પગે!

કહેવી હતી મારે ગઝલ મહેફિલ મહીં
જોકે થયેલો બાદ પણ, બિલ્લી પગે!

આવી ગયું તેંડુ અચાનક એ પછી
દીધો મને મેં સાદ, પણ બિલ્લી પગે!

વાગી રહી ઝાલર, બજે ઢોલક નભે
આવે અલખનો નાદ પણ, બિલ્લી પગે!

પીરસ્યા 'હરિ' ને ભોગ છપ્પન, એ પછી
આવી સૂંઘે પરસાદ, પણ બિલ્લી પગે!

હરિહર શુક્લ 'હરિ'

No comments:

Post a Comment