તારા સર્જનમાં સર્જનહાર પીડા બેશુમાર કેમ છે ,?
આટોપી લે લીલા સર્જનની સૃષ્ટિ નિરાધાર કેમ છે ,?
આંસુનાં વહેણને એ હૂંફાળા હાથથી લૂછતાં ,
દીવાનગીની પરાકાષ્ઠા એ દુર્દશા પારાવાર કેમ છે ?
કંઇક કંડારેલા પથ્થરની ભ્રમમાં સજદા કરતાં ,
માનવતા પૂજતાં તારી ઝંખનામાં તું નિરાકાર કેમ છે ,?
હે ઈશ્વર, મૌન તારું જુલમ અસહ્ય બને છે ત્યારે ,
વ્યથામાં ઊઠે દુઆ માટે હાથ, તું લાચાર કેમ છે ,?
પ્રણય પંથમાં છુટાં પડયાં ને વર્ષો પછી રૂબરૂ મળ્યા ,
નજરમાં જે લજ્જત હતી તે આજે બેકરાર કેમ છે ,?
માનવની લાચારી ને મજબૂરીની લોક મઝા ઉડાવે ,
"ચાતક " જ્યાં આસ્થાથી ઊભા રહ્યા ત્યાં બજાર કેમ છે ,?
મુકુલ દવે "ચાતક"
No comments:
Post a Comment