Tuesday, 11 April 2017

ગઝલ

ચાલ ને ડૂબી જઈએ, લાગણી માં,
હું ને તું, ખૂંપી જઈએ, લાગણી માં

ભિન્ન ભ્રમણાં પ્રેમ વિશે ની સફર માં,
દિલ કહે ઝૂમી લઈએ, લાગણી માં.

છો ભલે સ્મિત હર સમય ના સાથ આપે,
લે થોડું, હરખી લઈએ, લાગણી માં.

હર કદમ પડકાર છે આ જીંદગાની,
આંસુ ને લૂછી લઈએ, લાગણીમાં.

શૂળ દરવાજે, યથાવત છો રહેતાં,
આ વ્યથા, કૂદી જઈએ, લાગણી માં.
             ડો. જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment