Saturday, 1 July 2017

ગઝલ

દર્દ તારી દૂરીનું વધતું જાય છે
કારણ મજબુરીનું વધતું જાય છે

આંખોમાં પણ હવે થોડુક
ઝાંખપ જેવું ભળતું જાય છે

છે સ્પષ્ટ ચિત્ર તારું જ એમાં
છતાં કેવું ધૂંધળું દિસતું જાય છે

તારા વગર મૃત્યું પણ આજે
કેવું હાથતાળી આપતું જાય છે

પામ્યો પ્રેમ સતીષ સાચો જ્યાં
પાગલ મન ત્યાંજ દોડતું જાય છે

                     - સતીષ સખીયા

No comments:

Post a Comment