ખર્યુ પુષ્પ પણ ગંધ માગ્યા કરે છે !
બની મહેંક ગજરો એ રાગ્યા કરે છે !
છે ભોળું કબૂતર ને જાળે ફસાયું,
નથી શહેર પણ માર્ગ દાગ્યા કરે છે !
ફરે શ્વાસ જાણે કે ઘડિયાળ લોલક,
એ નિદ્રા મહીં પણ જો જાગ્યા કરે છે !
છે શ્રધ્ધા ને શંકાના કાંઠા અડોઅડ,
બિચારો શબદ આભ તાગ્યા કરે છે !
ઢળી ગઇ છે સંધ્યા ઉતાવળ કરો, જ્યાં
ગઝલ, ઠુમરી, ગીત વાગ્યા કરે છે !
બધી વારતાનો હશે અંત સરખો,
પછી જીવ શાને તું ભાગ્યા કરે છે !
Dt : 16/9/2017. ** નિશિ**
No comments:
Post a Comment