છોરી મન ચંચળ જેવું છે
ખુદ ને મળવું જળ જેવું છે..
સાજન વાંચી લે મારુ મન
બસ કોરા કાગળ જેવું છે..
ફૂલોને સમજે કોઈ તો
તેનું હૃદય કોમળ જેવું છે..
પથ્થર દિલ સમજું છું જેને
તો પણ મન શ્રીફળ જેવું છે.
ઈચ્છાઓ ના અશ્વો દોડે
આ મરવું ઝાકળ જેવું છે..
ગઝલો લખતાં શબ્દો રડ્યા
દર્દ હવે પોકળ જેવું છે..
રૂપાલી ચોકસી "યશવી"
No comments:
Post a Comment