સાદગીનો વાર ઘાતક હોય છે
સ્મિતનો શણગાર ઘાતક હોય છે
હાથ ખભ્ભે, હાસ્ય ખંધુ હોઠ પર
દોસ્ત ! એ દરકાર ઘાતક હોય છે
તીરથીયે સોંસરો ઊતરી જશે
મૌનનો ચિત્કાર ઘાતક હોય છે
હો ભલે રણવીર યોદ્ધા આપ, પણ
પ્રેમનો પડકાર ઘાતક હોય છે
હાથમાં દેખાશે નહિ લાઠી, છતાં
ઈશનો ફટકાર ઘાતક હોય છે
- શબનમ
No comments:
Post a Comment