દામન મોતનું પકડી ચાલી છે
આ જીંદગી સડસડાટ ચાલી છે.
દોડતી..હાંફતી...ભાગતી.....
જરા ભયાવહ ચાલે ચાલી છે.
અટકવું જરા સેહત માટે જરૂરી ખરું
પણ એ અવિરત અથડાતી ભટકાતી ચાલી છે.
ઘાયલ ક્ષણોની સારવાર કરતી
સમયનો આખો ખંડ સાચવી ચાલી છે.
પામ્યું, ગુમાવ્યું ના હિસાબો વચ્ચે
રોજે રોજ મુનિમ બનતી ચાલી છે.
હાલ છે થોડીવાર પછી ખબરના
છતાં કાયમનો કકળાટ બનતી ચાલી છે.
કરજો કોઈ જગા જરાક "નીલ "
આ જીંદગી એક પરપોટો બનતી ચાલી છે.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
No comments:
Post a Comment