સ્મરણ કેટલાયે ઉછેરી ઊભો છું
બધીયે દિશાઓને ઘેરી ઊભો છું
ઊભો છું ફકત હાથ ખિસ્સામાં નાખી
હું મારાપણુ ક્યાં ઉમેરી ઊભો છું ?
તું સૂરજ સમી કોઈ ઝળહળતી ઈચ્છા
ને હું મીણના વસ્ત્ર પ્હેરી ઊભો છું !
નવી માન્યતાઓ જનમતી જ રહેશે
શ્રીફળ ધારણાનું વધેરી ઊભો છું
અહીં આ તરફ એક મંદિર બને છે
અને સામે છે એક દેરી, ઊભો છું !
_ભરત ભટ્ટ_
No comments:
Post a Comment