આભડું શું?
છે શિખર ઊંચું, ચડું શું?
ને ચડી ઉપર, પડું શું?
વાત હસવાની હતી પણ
હું હસ્યો ના તો રડું શું?
શું હતું કે ખોઉં મિત્રો?
ખોઈને મુજને જડું શું?
મારી સામે દોસ્ત મારા!
એમની સામે લડું શું?
નવગ્રહો મુજને નડે ના!
એમને જઇને નડું શું?
કેમ અડવા થઇ ઉભા છો
હે પ્રભુ? તમને અડું શું?
આભડયો એરું મને, લો!
હું હરિને આભડું શું?
- હરિ શુક્લ
No comments:
Post a Comment