વાતે વાતે રકઝક ના કર.
વાતો કર પણ કચકચ ના કર.
સમય લાગશે મજા આવશે.
કામ ફાવતું ઝટપટ ના કર.
સીધું ને સટ કહી જ દે ને.
છળ પ્રપંચ ને ખટપટ ના કર.
હનુમાનજી પરમ પૂર્ણ છે.
મનવા ને તું મર્કટ ના કર.
સોય બને તો સરસ વાત છે.
જીભ ને કાતર કરવત ના કર.
એ આવે તો વાત જ ન્યારી.
પાણી પાઉચ ને પનઘટ ના કર.
હા નાટક છે "રશ્મિ"જીવન.
ખેલ તમાશા તરકટ ના કર.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".
No comments:
Post a Comment