આવો મિત્રો આજે એક હાસ્ય નાટિકાને માણીએ . નાટિકા વાંચતાં પહેલાં નીચે આપેલ ચિત્ર પ્રથમ જોવા વિનંતી .
************************************
સેલ્ફી લે....લે.....રે.....
અલ્યા ....
આ શું કરે છે
સવાર સવારમાં તું ?
ગાંડી .....તને એ બધું ખબર નહિ પડે ......
જોયો મોટો ખબર પડવા વાળો !!!
ખબર ના પડી
એટલે તો પૂછું છું તને ....
સમજ પાડને મને !
જો......
આને સેલ્ફી કહેવાય ....
સમજી .....
સેલ્ફી ???
અલ્યા .......
આ સેલ્ફી એટલે શું ?
સેલ્ફી એટલે ......
પોતાનો ફોટો પોતે જાતે પાડવો તે .......
તે હેં .....
અલ્યા .....
આવું બધું તું ક્યાંથી શીખ્યો ?
અરે પગલી ......
આ માણસો પાસેથી ......
જોતી નથી તું ,
આજકાલ આ બધા માણસો
સેલ્ફીના રવાડે ચડ્યા છે તે......
અલ્યા ......
એ તો માણસ કહેવાય ......
એ લોકો તો કરે તેમને જે કરવું હોય તે ....
પણ માણસની નકલ આપણાથી થોડી કરાય ?
અલી .....પણ ....
માણસો તો આપણી નકલ કરે જ છે ને ?
તે કરે .....એ લોકો તો માણસ છે ....
માણસ છે એટલે ?
માણસ છે એ બધા સમજ્યો , એટલે તેઓ ધારે તે કરી શકે .....
ધારે તે કરી શકે ?
એટલે , આપણી જેમ ગુલાંટ પણ મારી શકે ?
હાહાહાહા.......
ગુલાંટ મારી શકે એટલું જ નહિ
બીજાને ગુલાંટ ખવડાવી પણ શકે ......
બીજાને ગુલાટ પણ ખવડાવી શકે ......
અલ્યા....
આ માણસ તો બહુ જબરો કહેવાય !!!
તે જબરો જ છે ને .......
પણ , જો .....અલ્યા .....
ભલે એ ગમે તેવો છે.....
પણ તેની ઘરવાળીને પ્રેમ કેવો સરસ કરે છે ......
તે કરે જ ને ?
તેની ઘરવાળીને જોઇ છે તેં ?
કેટલી જબરી હોય છે તે ......
તે હેં અલ્યા .....
તેની ઘરવાળી બહું જબરી હોય છે ?
અરે ગાંડી ..,..
જબરી જ નહિ ....
હોંશિયાર પણ બહુ જ હોય છે .....
અલ્યા ....એ વળી કેવી રીતે ?
પોતાના ધણીને ધાકમાં કેમ રાખવો
તે વિદ્યા તેણીને
ખૂબ સરસ રીતે આવડે છે .......
ઓહો......એમ વાત છે !!!
તેં હેં અલ્યા ,
તો પછી તો એમ કહેને કે ,
તે બિચારો જોરુનો ગુલામ છે .
બિચારો .........!!!
ના...ના...ના...
તું માનુ છું એટલો બધો બિચારો નથી એ .....
શું વાત કરે છે અલ્યા .....
આ તો તું કંઇક નવું લાવ્યો પાછું ?
જો ગાંડી .....આ તો એવું છે ને કે ,
'ઊંટ કરે ઢેકા તો માણસ કરે કાંઠલા' .......
એટલે ?
એટલે એમ કે ,
માણસે પણ પોતાની ઘરવાળીને કેમ ખુશ રાખવી તે વિદ્યા શીખી લીધી છે .......
વાહ.....
જબરું કહેવાય 'લ્યા આ તો ......
પણ એ તો કહે કે ,
એ વિદ્યા એ શીખ્યો ક્યાંથી ?
જરુરિયાત.....ગાંડી ......જરુરિયાત......
જરુરિયાત તમોને બધું જ શીખવાડી દેતી હોય છે ....
અલ્યા ,પણ મને કહે તો ખરો એ બધું .......
જો પગલી ......
બધી વસ્તુની ચોખવટ ન હોય .....
પણ શા માટે ન હોય ?
જો એ બધું હું તને કહી દઉં ને તો
તું પણ નારી જાતિ છે .
અને
કહેવાય છે કે નારીના પેટમાં વાત કદી ટકે નહી .
તેથી
તું એ વાત માણસની પત્નીઓને
કહ્યા વિના રહે નહિ .......
તે ' લ્યા , એમાં શું થઇ જાય વળી ?
અરે ગાંડી ......
બિચારા માણસનું આ હથિયાર ફેઇલ થઇ જાય ......
તારે ન કહેવું હોય તો .....
ચાલ જવાદે માણસની બધી એ વાતો ...
આપણી આપણી વાત કરને .....
અરે .......મારી વહાલી ......
આપણી તે વાતો શું કરવાની વળી ???
ચાલ હવે ......
સૂઇ જઇએ .....
માણસની જેમ ,
આપણા બેડરુમમાં જઇને !!!
ગુડ નાઇટ......
જશુ પટેલ
No comments:
Post a Comment