ખાટા મીઠા ભેગા કડવા સંબંધો ,
થયું આજ ખોળું માનવ સંબંધો .
પમાતા મૈત્રી દોસ્તી પ્રેમ સંગાથે ,
ખુલ્લા મને અનંત હસતા સંબંધો .
નહોતાં સન્મુખ કે દૂર ક્ષિતિજે એ ,
દિલનાં કોક ખૂણે સંતાયા સંબંધો .
ખુંદી વળ્યો ખૂણા ખાંચરા સધળા ,
નથી સ્મૃતિ કયાં લખાયા સંબંધો .
આજ હજુ શોધે 'જીત' જીવનમાં ,
પ્રકૃતિ ગોદે નિવિધ્ન જીવાતા સંબંધો .
" જીત "
No comments:
Post a Comment