Saturday, 3 March 2018

ગઝલ

રંગનો તહેવાર એને ના ગમે,
સ્હેજ પણ વ્યવહાર એને ના ગમે !

સાવ કેવી માટીના માણસ છે એ,
પ્યાર જેવો પ્યાર એને ના ગમે !

સાદગી ઉપર કર્યું પી.એચ.ડી.,
એક પણ શૃંગાર એને ના ગમે !

એમનાં વિચાર સોનાનાં બધાં,
આપણાં વિચાર એને ના ગમે !

રોકડું પરખાવી દે હર વાતમાં,
સ્હેજ પણ ઉધાર એને ના ગમે !

એક તો સંસારમાં રહેવું અને,
શું કહું ? સંસાર એને ના ગમે !

ફૂલ એને બહુ ગમે છે પણ 'નિનાદ',
ફૂલ પર તુષાર એને ના ગમે !

-  *નિનાદ અધ્યારુ*

No comments:

Post a Comment