Sunday, 28 October 2018

ગીત

🌿🌿🌿🌿🌿🌿🌿🌿

હું એમ સાવ નહિ હારુ
ભલે હું દિવ્યાંગ છું
ભલે લોકો મારા પર હસે
મજાક ,મસ્તીઓ કરે
એ બધું સહન કરીશ
હું એમ સાવ નહિ હારુ ...

મંઝીલે પહોંચતા ચોટ લાગે
કા પછી ગબડી ને પડી જાઉં
મારી જાત પર થોડો હસીને
ધૂળને ખંખેરી લઈશ
હું એમ સાવ નહિ હારુ.....

મહામૂલ્યો માનવ અવતાર મળ્યો,
સાચું આ સ્વર્ગ છે જે ફળ્યો
સંબંધો વધશે,બગડશે
નિરાશા, ટેનસન લાખ આવશે
કે પછી મોતને નજરે જોઉં
પણ હું એમ સાવ નહિ હારુ.....

એક દિવસ પ્રાણ ઉડી જ જવાના ,
ઉપરવાળો લાખ પ્રહારો ભલે કરે
જે છે એ છે એ મનમાં રાખી,
જીવન દોરને આગળ ધપાવીશ
હું એમ સાવ નહિ હારવાનો..........

હું હું કરું પણ હું છું કોણ ?
સાવ શૂન્ય ! પછી શેની ચિંતા?
" અંશ " ઈશ્વર નો જ છે તું !
તો પછી શું મૂંઝાવાનું......
જીવન જીતવાનું....
એમ નહીં હરવાનું......

અંશ ખીમતવી

🌲🌲🌲🌲🌲🌲🌲🌲

No comments:

Post a Comment