Sunday, 30 December 2018

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગા

શ્વાસ થંભી જાય દિલના એમ છે.
વેન્ટીલેટર પર હવે આ પ્રેમ છે.

આમ તો છું હું નદીનું એક વમળ,
તું મળે તો ખેડુ દરિયો તેમ છે.

સાવ પરપોટા સમી છે જિંદગી,
દેહને ના ફૂટવાનો વહેમ છે.

મીટ માંડીને ખરી ગઈ પાંપણો,
શું મને નહિ ચાહવાની નેમ છે?

આગ ઝરતી ગરમી છે જુદાઈ ની,
પણ મિલનના આશની બહુ રહેમ છે.

આમ તારું આંખથી મલકી જવું...
મૌનને શબ્દો મળ્યાની જેમ છે.

--દિલીપ ચાવડા (દિલુ)