Monday, 22 July 2019

૨, ગઝલ


જે પ્રેમની વાટે જશે માણસ બની જશે.
એને જગત આખું સદા માટે નમી જશે.

અંધારની પરવા કદી પ્રેમી કરે છે ક્યાં,.
એ પ્રેમના ઉજાસથી ઝગમગ ઝગી જશે.

જે પારકાનાં દર્દની પરવા કરે સદા,.
એના જ માટે સેજ ફૂલોની બની જશે.

ઇશ્વર સદા કણકણ મહી જે દેખતું રહે,.
એ કર્મની વાટો મજાની આદરી જશે.

રાખી હૃદયમાં સત્યને જીવન રમી ગયો,.
એ માનવી ઇશ્વર બની સૌને ગમી જશે.

આ વૃક્ષ અંગેઅંગમાં આખું ઊગી જશે.
છાંયો ફળોને ફૂલ સઘળું એ ધરી જશે.

શાતા કરી સૌને હૃદયથી પ્રેમ આપવો,.
જીવન બધું મારું હવે તરુવર બની જશે.

દેખું દરદ જો કોઇનાં સુખડાં સદા કરું.,
એવા વિચારો શ્વાસમાં કાયમ ભરી જશે.

ધરતી સદા લીલી કરી દુનિયાને રાખવી,.
શીતળ પવન આખા જગતમાં પાથરી જશે.

વરસાદ ઠંડી તાપ વેઠી હું રહું ખડું,.
છોડું નહીં સંગાથ વાતો એ કહી જશે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Sunday, 21 July 2019

ગઝલ

લગાગાગા લગાગાગા લગાગા

નિશાની એજ તો બસ આખરી છે,
હૃદયમાં જે છબી મેં સાચવી છે.

ગુલાબે સંઘર્યા છે જેમ કંટક
વ્યથાને એવી રીતે છાવરી છે.

તને અણસાર પણ નહિ આવવા દઉં,
સફર છોને હવે આ આખરી છે.

પ્રણયના ઘરની બાજુની ગલીનેય -
હું ચાહું છું ભલેને સાવકી છે.

જ્યાં દફનાવી હતી યાદો કબરમા,
ઊગી ત્યાં એક ગઝલની ડાયરી છે.

કલાને એમ પોષી છે હ્રદયમાં
જનેતાના કૂખે એક બાળકી છે.

--- દિલીપ ચાવડા (દિલુ)