Thursday, 29 September 2016

ગઝલ

.
ચમત્કારી હજીએ કામળી પકડી નથી,
હવામાં જે ઉડે તે વાદળી પકડી નથી.

ખુશામત કોઈ કવિની એટલે કરતો નથી,
નવોદિતની કદીએ આંગળી પકડી નથી.

સમય જો હોય તો સચવાય છે આ શોખ પણ,
કનૈયે દ્રારિકામાં વાંસળી પકડી નથી.

કરે જે કર્મ સારું; પામશે સ્વર્ગ ને,
ભલેને હાથમાં તે ધુપસળી પકડી નથી.

તમે તો દારૂ ગોળો સંઘરી રાખ્યો હતો,
અમે પણ એટલે દીવાસળી પકડી નથી.

      અલગોતર રતન  'નિરાશ'

No comments:

Post a Comment