Thursday, 29 September 2016

અછાંદસ

બીજા માણસને
તરત જ સમજી જનાર
બહુ હોશિયાર માણસને
દોસ્ત હોય નહીં...

જીવનમાં
દોસ્ત મેળવવા માટે
એ દોસ્ત જેટલા
મૂર્ખ, નિર્દોષ, નિષ્પાપ,
બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ
થવું પડે છે,
દાવપેચ વિનાનું
ખડખડાટ હસવું પડે છે..

અને
ખિસ્સામાંની બંધ મુઠ્ઠીઓ
બહાર કાઢીને
હથેળીઓ ખોલવી પડે છે...

દોસ્તી
ખુલ્લી હથેળીઓની
રમત છે.
અને હથેળીઓ સંતાડીને
રમનારાઓને
એ ફાવતી નથી...

-- ચંદ્રકાંત બક્ષી.

No comments:

Post a Comment