જોયા કરો છો એ રીતે ગુલાબ વાવો છો તમે.
એવું કરીને એક આખો બાગ વાવો છો તમે.
ના થાય મુલાકાત કાયમ રૂબરૂમાં એટલે,
બેટોક મળવાનાં બહાને ખ્વાબ વાવો છો તમે.
મંજરિ ભરેલા સેંકડો શબ્દો ખરે છે મૌનમાં,
ને બોલતા જાણે વસંતી રાગ વાવો છો તમે.
ફૂટી ગયા છે લોહીનાં ટશિયા મને આ ટેરવે,
આ પેનથી કાગળ સુધી તેજાબ વાવો છો તમે.
કંઇ પણ ખબર થઇ ના મને કે ના ખબર થઇ આપને
અઢળક ઊગે ભીતર ભણી શું લાખ વાવો છો તમે. !
અત્યંત જ્વલનશીલ છે આ લાગણીઓ તમ તરફ,
કહો, તો પછી શુંકામ નકરી આગ વાવો છો તમે ?
--- ધર્મેશ ઉનાગર
Friday, 16 September 2016
ગઝલ
Labels:
ધર્મેશ ઉનાગર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment