Saturday, 10 September 2016

અછાંદસ

વધુ ઇચ્છા નથી મારી.....

સરી જતા સમયને
મારા દુપટ્ટાના છેડે બાંધી
કોઇ અલઞારી સાંજે
સંધ્યાના સિંદૂરી રંઞોની સાક્ષીએ,
ચોવીસે કલાક મંદ્ર સપ્તકમાં
ઘેરા સૂરમાં ઘૂઘવી રહેલા સાગરના કિનારે,
વિના કારણ,
કલાકો સુધી મારે તારી પાસે બેસી રહેવુ છે.
ભરતી અને ઓટ વચ્ચેની
કોઇ નીરવ ક્ષણે
તારાં શ્વાસોશ્વાસમાં પડધાતું
મારું નામ સાંભળવું છે.
હાથમાં હાથ લઈ,
એકાદ મનગમતા ઞીતને ઞણઞણતા,
સંઞાથે ચાલતા
ભીની માટી પર પઙેલ
પગલાંની છાપ માત્ર જોવી છે.
સમજણના બધા જ વાડાઓ વટાવીને
શબ્દ વગરની વાતો કરવી છે.
અર્થ વગરનું હળવું-ભળવું છે ને
આત્માના પાંદડે-પાંદડે દીવા પ્રઞટાવવા છે.
બહુ કાંઈ વધુ ઈચ્છા નથીને મારી્??????
        
----કાજલ ઠકકર

No comments:

Post a Comment